પરિવારજનોએ લાડકવાયાના મૃત્યુની ઘટના બાદ ભારે હૈયે નેત્રદાન કર્યું : સોમવારે બેસણું ટંકારા : મોરબી તાલુકાના ઓમનગર (ખારચિયા) ગામના વતની આશાસ્પદ યુવકનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ બોપલીયા પરિવારે ગમગીનીભરી આ ઘટના બાદ પણ સ્વસ્થમને અને ભારે હૈયે સમાજને રાહ ચીંધી લાડકવાયાની આંખોને અમર બનાવવા માટે નિર્ણય કરી મોરબી સિવિલ હોસ્પિટલમાં નેત્રદાન કર્યું હતું. સોમાવરે તા.14ના રોજ સદગત યુવકનું નવા ખારચિયા ઓમનગર ખાતે બેસણું રાખવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ નવા ખારચિયાના ઓમનગર ખાતે રહેતા રમેશભાઈ કાનજીભાઈ બોપલિયાનના પુત્ર સાહિલ ઉવ 18 નું ગત તારીખ 12 એપ્રિલના રોજ આમરણ નજીક ગાડી પાછળ બાઈક અથડાઈ જતા અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ બોપલીયા પરિવારના લાડકવાયા સાહિલના અવસાનથી પરીવાર ઉપર આભ ફાટયું હોય તેવી સ્થિતિ વચ્ચે પણ માતા ગીતાબેન, પિતા રમેશભાઈ દાદા કાનજીભાઈ અને કાકા બીપીનભાઈએ પુત્રની આંખો અન્યોની જિંદગીમાં અજવાળા પાથરે અને કાયમી દ્રશ્યમાન રહે તે માટે ચક્ષુદાન કરવાનો નિર્ણય કરી મોરબી સિવિલ હોસ્પિટલમાં નેત્રદાન કરવામાં આવ્યું હતું.સદગત સાહિલનુ બેસણુ આવતીકાલે તા.14ને સોમવારે સવારે 8 થી બપોરે 11 તેમના નિવાસ સ્થાન ઓમનગર, નવા ખારચિયા શેરસીયા પરિવારની વાડી ખાતે રાખેલ છે. સંપરકસૂત્ર મો. 9904601889, 9714090827.