સીરામીક ઝોનને નેશનલ હાઇવે સાથે જોડતા તેમજ ગાળા ગામના મુખ્ય ગણાતા રોડનું કામ કરવા અગાઉ અનેક રજૂઆતો થઈ પરંતુ તંત્રએ કોઈ પગલાં ન લેતા ચોમાસામાં સ્થિતિ વધુ વણસી મોરબી : મોરબીના ગાળા ગામથી શાપર સુધીના રોડની હાલત છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. આ રોડ સીરામીક ઝોનને નેશનલ હાઇવે સુધી જોડે છે. ઉપરાંત ગાળા ગામનો પણ આ મુખ્ય રોડ છે. માટે અગાઉ આ રોડનું કામ કરવા માટે અનેક રજૂઆતો થઈ હતી. પરંતુ તંત્રએ કોઇ પગલાં ન લેતા વરસાદ પડતાં સ્થિતિ વધુ વણસી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકાના ગાળા ગામથી શાપર સુધીનો 8 કિમિનો રોડ સીરામીક ઝોનને નેશનલ હાઇવે સુધી જોડે છે. ઉપરાંત ગાળા ગામનો આ મુખ્ય રોડ છે. આ રોડનો ગાળાના ગ્રામજનો તેમજ સીરામીક ઝોનમાં આવેલા ઉદ્યોગો ઉપયોગ કરે છે. આ રોડની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી કથળેલી હતી. ત્યારે રોડનું કામ વહેલી તકે કરવા માટે ગાળા ગામના લોકોએ અગાઉ અનેક વખત તંત્રને રજુઆત કરી હતી. પરંતુ તંત્રએ નીંભર બનીને આ રજૂઆતોને ગંભીરતાથી લીધી ન હતી. અંતે વરસાદ આવતા આ રોડની હાલત પહેલા કરતા પણ બદતર થઈ ગઈ છે. હાલ આ રોડ ઉપર બાઇક ચાલી શકે તેમ નથી. મોટા વાહનોને પણ આ રોડ ઉપર ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ રોડનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય વહેલી તકે આ રોડનું કામ શરૂ કરી દેવાની ગાળાના ગ્રામજનોએ માંગ ઉઠાવી છે. ઉપરાંત ગ્રામજનોએ તંત્રને આ રોડની એક વખત રૂબરૂ મુલાકાત લઈને નિરીક્ષણ કરવાની પણ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne