૨૨ વિઘાના દાડમના પાકમાં અતિભારે વરસાદથી ફુગ આવી જતા દશ લાખનો ખાતર-બિયારણનો ખર્ચ કરેલ : ૬૦ ટન દાડમના ઉત્પાદનથી આશરે ૩૫ થી ૪૦ લાખનું વળતર મળે તેમ હતું પણ સંપુર્ણ પાક સાફ હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામાં અતિભારે વરસાદ પડવાથી બાગાયતી દાડમની ખેતી કરતા ખાતેદાર નરભેરામભાઈ ઝીણાભાઈ કામરીયા તેમજ કાનજીભાઈ લવજીભાઈ મેરજાએ દાડમનો પાક મહામુસિબતે ઉછેર કર્યો હતો. પણ ટંકારા તેમજ ગ્રામ્ય વિસ્તારના હડમતિયામાં ૨૦ ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા દાડમની બાયાયતી ખેતી કરતા નરભેરામભાઈ ઝીણાભાઈ કામરીયાએ ૨૨ વિઘા દાડમના પાક માં ૧૦ લાખ જેવા જંતુશાક દવા, રાસાયણિક ખાતર તેમજ મહેનત-મજુરીનો ખર્ચ કરી તૈયાર કર્યો હતો. ૬૦ ટન દાડમનો અંદાજે ૩૫ થી ૪૦ લાખનું વળતર મળે તેમ હતું. બીજા બાગાયતી ખેડુત કાનજીભાઈ લવજીભાઈ મેરજાએ પણ ૮ વિઘાના દાડમમાં ૪ લાખનો ખર્ચ કર્યો હતો. આશરે ૧૫ લાખનું વળતર મળે તેમ હતું. પણ અતિભારે વરસાદના કારણે દાડમના પાકમાં ફુગ આવી જતા દાડમથી ભરેલા લુંબેજુબે છોડમાંથી ટપોટપ નીચે ખરીને ઢગલા થઈ જતા બંને બાગાયતી પાકના ખાતેદારને માથે માથે આભ ફાટવા જેવી પરિસ્થિતીથીનું નિર્માણ થતા લમણે હાથ દઈને બેસી ગયા છે. વહેલી તકે સરકાર તેમજ બાગાયતી અધિકારીઅો દ્વારા સર્વે થાય અને ખેડુતોને વળતર પેટે સહાયની ચુંકવણી થાય તેવી આજીજી જગતનો તાત કરી રહ્યો છે.