દિલ્હી ડીઆરઆઈની બાતમી બાદ દરોડા, 5 કન્ટેનર દુબઇથી પરત મંગાવાયામોરબી : ભારત સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં મોરબીની નિકાસકાર પેઢીએ દાડમ અને કેરીના નામે ગલ્ફ કન્ટ્રીમાં ડુંગળીની નિકાસ કરી દેતા સમગ્ર મામલો દિલ્હી ડીઆરઆઈના ધ્યાને આવતા ડુંગળીના 5 કન્ટેનર જપ્ત કરી દુબઈ મોકલી દેવામાં આવેલ 5 કન્ટેનર પરત બોલાવી એક કસ્ટમ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.સંદેશ દૈનિકના અહેવાલ મુજબ મોરબીની શિવમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ દાડમ અને કેરીના નામે 6 કન્ટેનરમાં પ્રતિબંધિત ડુંગળીની નિકાસ કરી હોવાનું દિલ્હી ડીઆરઆઈના ધ્યાને આવતા તમામ કન્ટેનર જપ્ત કરી અગાઉ દુબઇ મોકલવામાં આવેલા પાંચ કન્ટેનરને પણ પરત બોલાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. વધુમાં દાડમ અને કેરીના નામે ડુંગળી નિકાસ કરવામાં કસ્ટમની સંડોવણી બહાર આવતા હાલ તુરત એક ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.બીજી તરફ દુબઈ સહિતના ગલ્ફ કન્ટ્રીમાં ભારતની ડુંગળીની ખૂબ જ ડિમાન્ડ હોય નિકાસકારો દ્વારા આવા ત્રાગા રચીને પ્રતિબંધિત ડુંગળીની નિકાસ કરવામાં આવતી હોવાનું બહાર આવતા હાલમાં ડીઆરઆઈ દ્વારા સખ્તાઈ પૂર્વક પગલાં ભરવામાં આવી રહ્યાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.