ભારે વાહનોને મનાઈ છતાં અવરજવરથી ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા મોરબી : મોરબીના ટ્રાફિકથી ધમધમતા લીલાપર-રફાળીયા રોડનું કામ જોરશોરથી ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા જરૂરી ડાયવર્જન કાઢવામાં ન આવતા ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની છે અને લોકોનું મોંઘા ભાવનું ઇંધણ વેડફાઈ રહ્યું છે. મોરબીથી લાલપર સહિતના નેશનલ હાઇવે તરફ જવા માટે લીલાપર - રફાળીયા રોડ ખૂબ જ ઉપયોગી હોય મોટાભાગના નાના - મોટા વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે અને હાલમાં આ રોડનું કામ પણ ચાલુ છે. ત્યારે ભારે વાહનો માટે આ રોડ ઉપર પ્રવેશબંધી ફરમાવવા છતાં મોટા વાહનો બેરોકટોકપણે ચાલી રહ્યા છે. જેથી, ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની છે. બીજી તરફ રોડ બનવતા કોન્ટ્રાકટર દ્વારા અહીં રોડના કામ દરમિયાન જરૂરી ડાયવર્જન કાઢવામાં આવ્યા ન હોવાથી કલાકો સુધી વાહનચાલકો ટ્રાફિકમાં ફસાવા મજબૂર બને છે અને મોંઘાભાવના ઇંધણનો વ્યય થતો હોવાથી સમસ્યા નિવારવા માંગ ઉઠી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..