મોરબીઃ મોરબીની ન્યૂ એરા સ્કૂલ દ્વારા આગામી તારીખ 31 ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીના રોજ બે દિવસીય એક્ઝિબિશન સ્પેક્ટ્રમ-2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન સ્પેક્ટ્રમમાં દરેક શાળાના, દરેક વિદ્યાર્થી તથા વાલીઓ ભાગ લઈ શકશે. જેમાં અનેક પ્રશ્નોના જવાબ મળશે. જેમ કે, શું આપને ખબર છે કે ચિત્રકામથી મગજના સ્નાયુ સતેજ થાય છે? Can you make 3D models? કારના સ્પેરપાર્ટ્સ ઘરે પ્રિન્ટ થાય તો ? Have you seen “No sleeping while Driving” Glasses ? વિશ્વના કયા કયા દેશોમાં તથા ભારતના કયા કયા રાજ્યમાં આપણી સેના ગોઠવાયેલી છે એની તમને જાણ છે ? શું આપ જાણો છો કે રાઇફલ કેમ પકડી શકાય ? શું આપણે ફૂટબોલ રમવું છે પણ તેના વિષે જાણકારી નથી ? આ તમામ પ્રશ્નનોનો જવાબ ન્યૂ એરા સ્કૂલ આયોજિત એક્ઝિબિશન સ્પેક્ટ્રમમાં મળશે. એક્ઝિબિશન સ્પેક્ટ્રમ બન્ને દિવસ સવારે 8-30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. દરેક લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.