ડી.પી.ઓ.એ ખાનગી શાળા સંચાલકો સાથે મીટીંગ કરી બાળકોને પ્રથમ રાઉન્ડમાં જ પ્રવેશ મળી જાય તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરી મોરબી : મોરબી જિલ્લામાં આર.ટી.ઇ.હેઠળ બાળકોને જે તે ખાનગી શાળામાં પ્રવેશ મળી જાય તે માટે શિક્ષણ તંત્રએ સુચારુ પ્રયાસો હાથ ધર્યા છે.જેમાં ડી.પી.ઓ.એ ખાનગી શાળાના સંચાલકો સાથે મીટીંગ કરીને બાળકોને એડમિશન આપવા સહિતના મહત્વના પાસાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી.જોકે આર. ટી.ઇ.હેઠળ શાળાઓમાં પ્રવેશ બાબતે વાલીઓ અને બાળકોની ફરિયાદો નિવારવા માટે દશ શાળાઓ દીઠ એક કોઓડીનેટરની નિમણુક કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં આર.ટી.ઇ .હેઠળ અરજીઓ કરવાની અને આવેલી અરજીઓની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ છે.ત્યારે આર. ટી.ઓ.હેઠળ નોંધાયેલા બાળકોને નિર્ધારિત કરેલી ખાનગી શાળામાં ઝડપથી પ્રવેશ મળી જાય તે માટે શિક્ષણ તંત્રએ કવાયત હાથ ધરી છે.જેમાં ડી.પી.ઓ. મયુર પારેખની અધ્યક્ષતામાં ખાનગી શાળા સંચાલકો સાથે મીટીંગ યોજાઈ હતી.જેમાં આર. ટી.ઇ.નું કામ સાંભળતા અશોકભાઈ કુંડરિયા, ડે. ડી.પી.ઓ.કાવર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા સહિતના શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.આર.ટી.ઇ.હેઠળ નોંધાયેલા બાળકોને ઝડપથી જે તે શાળામાં એડમિશન મળી જાય તેવા પ્રયાસો કરવા પર ભાર મુકાયો હતો અને સામેથી વાલીઓને ફોન કરીને શાળામાં પ્રવેશ મળી ગયાની જાણ કરાશે. આ તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાશે.ડી.પી.ઓ.એ વાલીઓને ફોન કરીને ઘર્ષણ ઓછું થાય તેવા પ્રયાસો કરવાનું જણાવ્યું હતું અને વાલીઓને સમજવાના પ્રયાસો કરાશે. વાલીઓને કોઈ ફરિયાદ હોય ટી તેઓ ફરિયાદ નિવારણ કેન્દ્ર મોરબીમાં ફરિયાદ કરી શકશે અને દશ શાળા દીઠ એક કો-ઓડીનેટરની નિમણુક કરવામાં આવી છે જે શાળામાં બાળકને પ્રવેશ મળી ગયો કે કેમ બાળકને કોઈ તકલીફ તો નથીને તેની વિગતો મેળવીને આ પ્રશ્નો હલ કરશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news