હવે રાબેતા મુજબ રાત્રીના દુકાનો લારી ગલ્લા ખુલ્લા રાખી શકાશે : અવર-જવર પર કોઈ રોક ટોક નહીં જોકે કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ ફરજીયાત મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ જાહેર કરી છે. જેથી હવે આજે રાત્રિથી ધંધા- રોજગાર પહેલાની જેમ જ કોઈ પાબંધી વગર ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત પણ જાહેરનામામાં અનેક છૂટછાટો દર્શાવાઇ છે. સાથે તકેદારીના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે.આ જાહેરનામું તા.10 જુલાઈએ સવારના 6 વાગ્યાથી 20 જુલાઈએ સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામું તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, અઠવાડિક ગુજરી/ બજાર/ હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓએ તા.31 જુલાઈ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાણિજ્યક એકમો ચાલુ રાખી શકાશે નહીં.) જિમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનના પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓએ તા.31 જુલાઈ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાણિજ્યક એકમો ચાલુ રાખી શકાશે નહીં.) જાહેર બાગ બગીચાઓ રાત્રીના 9 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/ દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓએ તા.31 જુલાઈ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં.) ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો/ ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓએ તા.31 જુલાઈ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા સેન્ટરો ચાલુ રાખી શકાશે નહીં.) શાળા, કોલેજો, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે યોજી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટેશન મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. ( તમામ ડ્રાઇવરો અને કંડક્ટરોને વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે) પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સંકુલમાં રમત ગમત રાખી શકાશે. ( રમત ગમતમાં ભાગ લેનાર ખેલાડી, સ્પોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફે વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે) સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓએ તા.31 જુલાઈ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહીં.) શૈક્ષણિક સંસ્થાઓ (ઓનલાઇન શિક્ષણ સિવાય) વોટર પાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. ઉપરોક્ત જણાવેલ બાબતના સંદર્ભમાંજે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવેલ હોય તેવા કિસ્સામાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુરંત જ વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..