ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉપસ્થિત રહી મંડળની કામગીરીને બિરદાવી મોરબી : મોરબી જીલ્લામાં ૪૦૦૦ પેન્શનર સભ્યોનું બનેલ મોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી સમિતિની લાલ બાગ, સેવા સદન ખાતે મળેલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહી મોરબી – માળીયા (મીં.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મંડળની કામગીરીને બિરદાવી હતી. જીવનનું આયખું લોકો કાજે સરકારી સેવામાં જુદા – જુદા ક્ષેત્રમાં નોકરી કરીને નિવૃત થયેલા સિનિયર સિટીઝન પરત્વે ધારાસભ્ય એ આદરભાવ વ્યક્ત કરી તેમના સ્વાસ્થ્ય સબબ તેમજ મંડળના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. કોઈપણ નોકરી કરતી વ્યક્તિની નિવૃતિ સુનિશ્વિત હોય છે પરંતુ નિવૃતિને પ્રવૃતિમાં બદલાવીને પેન્શનર એવા સિનિયર સિટીઝનોએ સામાજિક પ્રદાન માટે કાર્યરત રહેવાથી સ્વાસ્થ્ય પણ જળવાશે. તેમ ધારાસભ્યે કહ્યું હતું. આ તકે જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગરે એવું જણાવ્યુ હતું કે કોઈ ધારાસભ્ય આ રીતે પેન્શનર મંડળને સામેથી મળવા આવ્યા હોય એવું પ્રેરક ઉદાહરણ આપણા બ્રિજેશભાઈ મેરજાએ પૂરું પાડીને આપણને પ્રોત્સાહન આપ્યું છે. પેન્શનર મંડળની મકાનની સુવિધા બાબતે રજૂઆત થતાં ધારાસભ્યશ્રીએ સ્થળ ઉપરથી જ માર્ગ – મકાવ વિભાગ ના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેષભાઈ આદ્રોજા સાથે પરામર્શ કરી વહેલી તકે પેન્શનર મંડળને સુવિધાયુક્ત અને સગવડતાભર્યું મકાન ફાળવવાની તજવીજ હાથ ધરવી એમ જણાવેલું હતું. અગ્રણી ચંદુભાઈ હુંબલે આ તકે ધારાસભ્યની આવા નાના કાર્યક્રમમાં પણ ઉપસ્થિતિને બિરદાવી હતી. પેન્શનર સમાજના અગ્રણીઓ લખીરામ રામાવાત, મેવાડાભાઈ, દવેભાઈ, ઝાલાભાઈ વિગેરેએ ધારાસભ્યને આવકાર્યા હતા. જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગરે ધારાસભ્યનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી બહુમાન કર્યું હતું. આ બહુમાનના પ્રત્યુતરમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પેન્શનને લગતા કોઈપણ કામો અંગે તેમજ પેન્શનર મંડળના સભ્યોના પરિવારના સભ્યોના કોઈપણ કામો અંગે પોતે સતત જાગૃત રહી પેન્શનર મંડળ સાથે જોડાયેલા રહેશે એમ જણાવ્યુ હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..