મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા/શહેર સમિતિ દ્વારા મોરબી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ પાટડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે તાજેતરમાં અશ્વિનભાઈ ગોરધનભાઈ પાટડીયા (તુલસીભાઈ પાટડીયા)ની મોરબી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે નિમણૂક થતાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા/શહેર સમિતિ દ્વારા તેઓને શિલ્ડ આપી પુષ્પમાળા પહેરાવી સન્માન કરાયું હતું. સાથે જ સમિતિ દ્વારા અશ્વિનભાઈ પાટડીયાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા/શહેરના હોદ્દેદારો, કાર્યકરો, વડીલો, ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.