મોરબી : મોરબીમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અભ્યાસમાં પણ મોખરાનું સ્થાન ધરાવતી માધાપરવાડી કન્યા શાળાની ધોરણ પાંચના બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત મે માસમાં લેવાયેલ જ્ઞાનસેતુ કસોટીમાં શાળાના 11 બાળાઓનો મેરિટમાં સમાવિષ્ટ થતા શાળાનું ગૌરવ વધાર્યું છે.જ્ઞાનસેતુ સ્કોરલશિપ પરીક્ષામાં બંસી હર્ષદભાઈ કંઝારીયા, મનીષા જીવરાજભાઈ પૂજા કાંતિલાલ પરમાર, માનસી મહેશભાઈ ડાભી,આશા ચુનીલાલ પરમાર,અંકિતા મનસુખભાઈ ડાભી, પૂજા અમૃતલાલ હડિયલ કૃપાલી દિલીપભાઈ પરમાર, જીંકલ પોપટભાઈ કંઝારીયા શિતલ રમેશભાઈ ચાવડા, મીરલ રમેશભાઈ ચાવડા વગેરે 11 બાળાઓનો મેરિટમાં સમાવિષ્ટ થતા મોરબી જિલ્લામાં માધાપરવાડી કન્યા શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા ધન્યવાદ પાઠવવામાં આવ્યા છે. અને બાળાઓના વાલીઓ તરફથી પોતાની બાળાઓને પૂરતું શિક્ષણ અને માર્ગદર્શન આપી તૈયાર કરવા બદલ શિક્ષકોનો આભાર માન્યો હતો.