મોરબી : કરાટે ડો ફેડરેશન,ગુજરાત માન્ય નિહોન શોટોકાન કરાટે એશોશિયન મોરબી દ્વારા ઓમ શાંતી સ્કૂલ,મોરબી ખાતે 'એનએસકેએ ઓપન સૌરાષ્ટ્ર કરાટે સ્પર્ધા 2024'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘીયાવડ પ્રાથમિક શાળાના બાળકો પૈકી કરાટેની કુમિતે ઇવેન્ટમાં કોમલ ચૌહાણ અને રસીલા વનાણીએ ગોલ્ડ મેડલ, મિત ચૌહાણ અને જલ્પા ચૌહાણે સિલ્વર મેડલ તથા રાધિકા વનાણી અને સેજલ ચૌહાણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કરાટેની કાતા ઇવેન્ટમાં સેજલ ચૌહાણએ બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો. તેમને તાલીમ શિક્ષક સેન્સઇ નમ્રતાબા પરમારે આપી હતી. તમામ સરકારી શાળાના બાળકોએ ઘીયાવડ ગામ, ઘીયાવડ પ્રા.શાળા અને પોતાના માતા - પિતાનું ગૌરવ વધાર્યું છે. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.