મોરબી: મોરબીની અભિનવ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા પરિવાર તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી-ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની અંડર-11 એથ્લેટિક્સ મીટ-2023 નડિયાદ ખાતે યોજાઈ હતી. જેમાં 10,000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. તેમાં મોરબીની અભિનવ સ્કૂલમાં અભ્યાસ કરતી આદ્રોજા ક્રિષ્વા દિલીપભાઈએ અન્ડર-9 મેડિસિન બોલ થ્રોમાં ચોથો નંબર મેળવેલ છે, જ્યારે રાણીપા રુચિ પંકજભાઈએ અંડર-11સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં આઠમો નંબર મેળવી મોરબીનું ગૌરવ વધાર્યુ છે. જે બદલ શાળાના ટ્રસ્ટી મનોજભાઈ, આચાર્ય કમલેશભાઈ લીખિયા તેમજ અભિનવ સ્કૂલના સમગ્ર સ્ટાફે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.