મોરબી : શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી અને બી.આર.સી હળવદ સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2025 ગત 12 ડિસેમ્બરના રોજ બી.આર.સી ભવન હળવદ મુકામે યોજાયો હતો. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાયન સ્પર્ધામાં મોરબી ની સાર્થક વિદ્યામંદિર ધોરણ 11માં અભ્યાસ કરતી બરાસરા પલક અશ્વિનભાઈએ જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજ અને વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિ બદલ સંચાલક કિશોરભાઈ શુકલા તેમજ ટ્રસ્ટી મંડળ અને શિક્ષકો અને પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.