મોરબી : મોરબીના લાલપર નજીક નેશનલ હાઈવે ૮-એ પર, પંચનાથ હોટલ પાસે આવેલા વીએલ પ્લાઝા કોમ્પ્લેક્સના મુખ્ય માર્ગ પર છેલ્લા દસ-પંદર દિવસથી ખોદકામ કરવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અધૂરા ખોદકામને કારણે દરરોજ એકાદ-બે મોટરસાયકલ સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે અને લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. આ સમસ્યાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી પડી રહી છે તેમજ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લઈ, રસ્તાનું સમારકામ કરીને તેને વાહનવ્યવહાર યોગ્ય બનાવવામાં આવે તેવી માંગ છે.