મોરબીની ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફની પ્રમાણિકતા મોરબી : મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડ ભરેલો થેલો સેવાભાવી મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 'કર ભલા તો હોગા ભલા' વાક્યને ઈશ્વરે મહોર મારી હોય તેમ કહેવતમાં કહેવાયેલું સત્ય સાબિત કરતો કિસ્સો ઓમશાંતિ વિદ્યાલયમાં ગત 25 ને શનિવારના રોજ બનેલ છે. ઓફિસમાં સિનિયર ક્લાર્ક દવે દિવ્યેશભાઈ કૃષ્ણકાંતે તેમના ટેબલ આગળ થેલો જોયો, જે ખોલતા તેમાં નોટના બંડલ હતા, આ રકમ કોણ ભૂલી ગયું? તે પ્રશ્ન હતો કેમ કે શાળાની મુલાકાતે ઘણા વાલી આવેલ હતા. સ્ટાફની સૂઝબૂઝથી મૂળ માલિક શોધી લેવામાં આવ્યા, જે હતા ઉપાધ્યાય કિશનભાઇ, જેઓ સેવાભાવી વ્યક્તિ છે અને શાળાએ આવા જ એક સેવાના કાર્ય માટે આવેલ હતા. આર્થિક રીતે મુશ્કેલીમાં રહેલ વિદ્યાર્થીઓની શાળાની ફી ભરવા માટે તેઓ ઓમશાંતિ વિદ્યાલય આવેલ હતા અને રોકડ ભરેલો થેલો ભૂલી ગયા પરંતુ જેમના હૃદયમાં 'વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' પંક્તિ અંકિત થયેલ હોય તેના પર ઈશ્વરની મહેર હોય તે સાબિત થયું છે. ઉપાધ્યાય કિશનભાઇ ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ છે. તેમજ દિવ્યેશભાઈ કૃષ્ણકાંત એ કળિયુગમાં હજુ પ્રમાણિકતા મરી પરવારી નથી તે સાબિત કરી આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..