10 બિલ્ડીંગમાં લેવાયેલી પરીક્ષામાં કુલ નોંધાયેલા 2296 માંથી 1252 ઉમેદવારો જ હાજર રહ્યા મોરબી : મોરબીમાં નાયબ મામલતદાર વર્ગ-3 અને નાયબ સેક્શન અધિકારી માટે પરીક્ષા યોજાઈ હતી.10 સ્કૂલમાં લેવાયેલી આ પરીક્ષામાં કુલ નોંધાયેલા 2296 માંથી 1252 ઉમેદવારો જ હાજર રહ્યા હતા અને 1044 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. ગુજરાત સેવા અયોગ દ્વારા આજે મોરબીમાં નાયબ મામલતદાર વર્ગ-3 અને નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 ની આજે પરીક્ષા યોજાઈ હતી.જેમાં મોરબીના વીસી હાઈસ્કૂલ, સવપ સ્કૂલ, ડી.જી.પી.સ્કૂલ.નવયુગ વિધાલય,નિર્મલ વિધાલય, નીલકંઠ વિધાલય,એમ.પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, સાર્થક વિધાલય,ઉમા વિદ્યા સંકુલ અને સેન્ટ મેરી સ્કૂલ એમ 10 સ્કૂલમાં આ પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષામાં માટે ટોટલ 2296 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા.પણ આજે પરીક્ષામાં 1252 પરિક્ષાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી અને 1044 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.ગુજરાત સેવા આયોગ મંડળના પ્રતિનિધિઓ તેમજ તદેકારી સુપરવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આ વખતે પ્રથમ વખત પરીક્ષાના સુપર વિઝન માટે ફ્લાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી હતી.જેમાં ડે. કલેકટર કક્ષાના અધિકારીઓની બે ફ્લાઈંગ સ્કવોર્ડ બનાવીને પરીક્ષામાં વોચ રાખવામાં આવી હતી અને દરેક પરીક્ષા સ્થળ ઉપર એક એક પીએસઆઇ સહિતનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.આ પરીક્ષાનું સુપર વિઝન જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી,અધિક કલેકટર કેતન જોશીએ કર્યું હતું.ઉપરાંત એસપી કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી પઠાણ સહિતના પોલીસ સ્ટાફે દરેક પરીક્ષા સ્થળ ઉપર અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.