મોરબી : વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને લઈને દેશવાસીઓ જોગ સંબોધન કરીને સાવચેતીના પગલાં રૂપે આગામી તા. 22 માર્ચને રવિવારે જનતા કર્ફયુની રાખવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીની આ અપીલન સમર્થનમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબીવાસીઓને હાકલ કરી છે કે વડાપ્રધાન મોદીના જનતા કર્ફયુનું મોરબીવાસીઓની શિસ્તબદ્ધ રીતે પાલન કરવાની હાકલ મરી છે અને કોરોનાથી ડરવાની નહિ પણ સાવચેત રહેવાની પણ તેમણે મોરબીવાસીઓને અપીલ કરી છે.