ફાટક પર ગોકળગતીએ ચાલતા કામ અને અણઆવડતથી કાઢેલાં સર્વીસ રોડના લીધે દરરોજ ફસાતા ભારે વાહનો કચ્છ-રાજકોટને જોડતા નવલખી ફાટક પર વારંવાર ટ્રાફિક સમસ્યાને લીધે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી મોરબી : મોરબીની નવલખી ફાટકે અણઘડ કામગીરીથી દરરોજ ટ્રાફિકજામની અંધાધૂંધી સર્જાઈ છે. જેમાં આ ફાટક પર ગોકળગતીએ ચાલતા કામ અને અણ આવડતથી કાઢેલાં સર્વીસ રોડના લીધે સર્વિસ રોડ ઉપર ભારે વાહનો દરરોજ ફસાઈ જાય છે. કચ્છ-રાજકોટને જોડતા નવલખી ફાટક પર વારંવાર ટ્રાફિક સમસ્યાને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. નવલખી ફાટક પર હાલ ગોકળગતીએ ચાલતા કામ અને અણઆવડતથી કાઢેલાં સર્વીસ રોડના લીધે દિવસમાં અનેક વખત ટ્રાફિક જામ થઈ જાય છે. હાલ અહીં ઓવરબ્રિજનું કામ ચાલુ હોય ત્યારે સર્વિસ રોડની સાઈડ એક વાહન નિકળી શકે તેટલી રાખવામાં આવી છે. આ સર્વિસ રોડ પર ભારેખમ વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં હોય અને વરસાદના લીધે મસમોટા ખાડાઓ અને કિચડના કારણે ભારેખમ વાહનોના ટાયર ખુંચી જવાના કારણે ધંધા રોજગાર અર્થે અપડાઉન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે સાંકળા સર્વિસ રોડના કારણે થતા ટ્રાફિકમાથી ઉતાવળે નિકળવા નવલખી તરફ જતા ટ્રકો કે અન્ય વાહનો રોગ સાઈડમાં પોતાનું વાહન પોલીસની હાજરીમાંથી કાઢવા ટેવાયેલા હોય, જે બાબતે ત્યાં ફરજ પર ટ્રાફિક પોલીસને પણ માથાના દુખાવા સમાન હાલાકી ભોગવવી પડતી હોય છે. પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવા કલાકો મહેનત કરવી પડે છે. તે નરી વાસ્તવિકતા છે. દિવસ દરમિયાન અનેક વખત રેલવે ફાટક બંધ થતી હોય અને વારંવાર વાહનો ખરાબ થઈને કે કાચા સર્વિસ રોડના કારણે ટાયરો ખુંચી જતા હોય, જેવી અનેક સમસ્યાઓના લીધે આ ટ્રાફિક થવાનું કારણ બહાર આવે છે. આ સમસ્યાને પહોંચી વળવા સર્વિસ રોડની મરામત અને સાઈઝ વધારવાની જરૂર તાત્કાલિકના ધોરણે ઉભી થાય તેવી હૈયાં વરાળ ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો ઠાલવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..