આડેધડ વાહન પાર્કિગને કારણે અને ઉપરથી બપોરે પોલીસ હાજર ન હોય ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ બની મોરબી : મોરબીના હૃદય ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં દરરોજ બપોરના સમયે ટ્રાફિકની અંધાધૂંધી થાય છે અને વાહનોની એટલી બધી ભરમાર રહે છે કે અહીંથી નીકળવું કઠિન બની જાય છે.આડેધડ વાહન પાર્કિગને કારણે અને ઉપરથી બપોરે પોલીસ હાજર ન હોય ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ બની છે. મોરબીનો નહેરુ ગેઇટ ચોક મુખ્ય બજાર વિસ્તાર હોવાની સાથે શહેરનું હાર્દ હોવાથી અહીં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે. શહેરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સેંકડો લોકો અહીં ખરીદી અર્થે આવતા હોય આ નહેરુ ગેઇટ ચોક સામાન્ય દિવસો લોકોની ભારે ભીડથી ધમધમતો રહે છે. પણ આ ચોકમાં દરરોજ બપોરે 1 વાગ્યા બાદ ટ્રાફિકની ભારે હાડમારી રહે છે. દરરોજ બપોરના 1 થી 3-30 વાગ્યા સુધી ટ્રાફિકજામ સર્જાઈ છે. નહેરુ ગેઇટ ચોકમાં બપોરના સમયે ટ્રાફિકની એટલી બધી પરોજણ રહે છે કે નહેરુ ગેઇટથી છેક ત્રિકોણબાગ સુધી વાહનોના થપ્પા લાગે છે અને નહેરુ ગેઇટથી જુના બસ સ્ટેન્ડ તેમજ ગાંધીચોક જવાના રસ્તે ભારેખમ ટ્રાફિક રહે છે. બપોરના સમયે અહીં એકદમ કાચબા ગતિએ વાહન વ્યવહાર ચાલે છે. થોડી સ્પીડથી પણ નીકળી શકાતું નથી.ખાસ કરીને આડેધડ રીક્ષા સહિતના વાહનોના પાર્કિગ અને ઉપરથી પોલીસ બપોરે હાજર ન હોય આ સમસ્યા વકરી છે. આ ઉપરાંત શાક માર્કેટ ચોકમાં પણ આવી રીતે ટ્રાફિકજામ થાય છે. તેથી આ ટ્રાફિકનો યોગ્ય ઉકેલ લાવવા ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..