સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 644 લોકોનું ટેસ્ટિંગ, એક્ટિવ કેસ ઘટીને 29 થયા મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારના રોજ કોરોના નવા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા માત્ર એક જ રહી છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા 29 થઈ છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લામા 644 શંકાસ્પદ કેસનું ટેસ્ટિંગ કરવામાં આવતા મોરબી શહેરી વિસ્તારમાં એક જ કેસ પોઝિટિવ આવ્યો હતો.જો કે, મોરબીને બાદ કરતા વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા તાલુકામાં કોરોના કેસ આજે શૂન્ય રહ્યા હતા. આ સાથે જ આજે 2 દર્દીઓ સાજા થતા જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 29 થયા હતા.