મોરબીનો મેરજા પરિવાર લગ્નોત્સવને રામમય બનાવશેમોરબી : બજાઓ ઢોલ સ્વાગત મેં... આજ પ્રભુશ્રી રામ આયે હૈ... આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સમગ્ર દેશમાં પ્રભુ શ્રી રામનો મહિમા ગુંજી રહ્યો છે, જેમાં લગ્નોત્સવ પણ બાકાત નથી રહ્યો, મોરબીમાં તા.22ના રોજ મેરજા પરિવારના આંગણે દીકરીના લગ્ન લેવાયા હોય આ રૂડા અવસરે લગ્નપ્રસંગની શુભ શરૂઆત પ્રભુ શ્રી રામની મહાઆરતીથી કરવામાં આવશે.મોરબીના મહેન્દ્રનગર નિવાસી રંજનબેન તથા જયંતીલાલ અમરશીભાઈ મેરજાની સુપુત્રી ચિ. પૂજાના લગ્ન ભરતનગર નિવાસી ચંપાબેન તથા સુરેશભાઈ રવજીભાઈ પાંચોટીયાના સુપુત્ર ચિ.જય સાથે આગામી તા.22ને સોમવારના રોજ નિર્ધારવામાં આવ્યા છે. જોગનું જોગ લગ્ન સ્થળનું નામ પણ રામવાડી છે ત્યારે આ લગ્નોત્સવની શરૂઆત ભગવાન શ્રી રામની મહાઆરતી સાથે કરવામાં આવશે. લગ્નોત્સવમાં પ્રભુશ્રી રામની મહાઆરતીનું આયોજન કરવામાં આવતા આ લગ્નોત્સવ અનેરો બન્યો છે.