જો ગ્રાહકોએ સામાન્ય કામ માટે પણ કચેરીએ રૂબરૂ જવું પડે તો ઓનલાઈન ફરિયાદ સેવા અને હેલ્પલાઇન શુ કામની ?મોરબી : પીજીવીસીએલ દ્વારા ડિજિટલ યુગમાં પણ વીજ મીટરના કામ માટે રૂબરૂ અરજી લેવામાં આવે છે. જેને લઈને એક જાગૃત નાગરિક દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જો ગ્રાહકોએ સામાન્ય કામ માટે પણ કચેરીએ રૂબરૂ જવું પડે તો ઓનલાઈન ફરિયાદ સેવા અને હેલ્પલાઇન શુ કામની ?અવની સોસાયટી રોડ ઉપર ઉમા પેલેસમાં રહેતા પરેશભાઈ દલસાણીયાએ જણાવ્યું કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના શનાળા સબ ડિવિઝન હેઠળ જો ઘરે કોઈ વીજ પુરવઠામાં ખામી સર્જાય કે મીટર બોક્સ દિવાલ પરથી પડી જાય તો કસ્ટમર કેર નંબર 9687633725 પર કોલ કરશો એટલે સર્વિસ મળવાના બદલે લાઈટ બીલ સાથે અરજી રૂબરૂ આપી જાવ એવો જવાબ મળે છે. ડિજિટલ યુગમાં પણ ઓફલાઈન જ સુવિધા આપવાની હોય તો આ કસ્ટમર નંબર આપવાનો કોઈ અર્થ ખરો ? ડિજિટલ ઈન્ડિયામાં આટલી સુવિધા નહીં ? અરજદાર અરજી આપવા ઑફિસ આવે પણ અરજદાર ફોનથી કમ્પલેન લખાવે તો સર્વિસ આપનાર ઘેર ન આવે ! 'સ્વહિત અને રાષ્ટ્ર હિત માટે ઉર્જા બચાવો' એવું બીલ પર સૂત્ર આપવામાં આવે તો લોકોનો સમય બચાવવા માટે કંઈક તો વ્યવસ્થા હોવી જોઈએ ને ?કે શોટ સર્કિટ થાય કે આગ લાગે તો પણ તમે રૂબરૂ અરજી લાઈટ બીલ સાથે આપવા આવો એનો આગ્રહ જ રાખવાનો ? તેમ તેઓએ અંતમાં જણાવ્યું છે.