અમેરિકન કંપની લુનાર લેન્ડ પાસેથી 55,000 માં એક એકર જમીનનો સોદો કર્યો મોરબી : ચંદ્ર ઉપર રહી શકાય કે નહીં એ પછીની વાત છે. પરંતુ, અત્યારથી જ ચંદ્ર ઉપર જમીન લે વેચના સોદા પડવા મંડ્યા છે અને ભાવનગર તળાજાના એક યુવાને માત્ર 55 હાજરમાં એક એકર જમીન ખરીદી કર્યાનો દાવો કર્યો છે તે જોતા ચંદ્રની જમીન મોરબી કરતા પણ સસ્તી હોવાનું જણાઈ રહ્યું છે. તળાજાના ગોપનાથ રોડ પર રહેતા અને અલંગ ખાતે ઓઇલનો વેપાર કરતા યુવકે દાવો કર્યો છે કે, પોતાએ ત્રણ દિવસ પહેલા અમેરિકન કંપની મારફત ચંદ્ર પર એક એકર જમીન રાખી છે. એક એકર જમીન રાખવા માટે લુનાર લેન્ડસ્ નામની કંપનીને ૭૫૦ ડોલર (રૂ. ૫૫,૦૦૦) ચૂકવ્યા છે. કઈ રીતે ખરીદી તે વિષે માહિતી અને દાવો કરતા જાવેદ ગીગાણી કહે છે કે, સમાચાર માધ્યમ દ્વારા એવું જાણવા મળેલ કે અમેરિકાની લુનાર લેન્ડસ્ નામની કંપની દ્વારા ચાંદ પર જમીન ખરીદી શકાય છે. આથી ગુગલ પર સર્ચ કરતા એ કંપની વિશે માહિતી મળેલ. મેઈલ દ્વારા ત્રણેક માસ માહિતીની આપ લે કરવામાં આવી હતી. વિશ્વાસ બેસતા જમીન ખરીદી છે. ચંદ્ર પર જે જગ્યા ખરીદી છે તેંનું નામ સી ઓફ મસ્કવી એરિયાની જમીન છે. ચંદ્ર પર જવાનું એક સ્વપ્ન છે. કંપની દ્વારા જમણી ખરીદ્યાના દસ્તાવેજી પુરાવા પણ મેઈલના માધ્યમથી મોકલ્યા છે. ફિઝિકલી આવતા ત્રણેક માસ લાગશે. તેમ જાવેદ ગીગાણીનું કહેવું છે. પોતાએ એ જમીનનું નામ કવિની લેન્ડસ્ રાખેલ છે. જાવેદે ભાવનગરનીં શાંતિલાલ શાહ એન્જીનિયરિંગ કોલેજમાંથી મરીન ઈજનેરની ડીગ્રી હાંસલ કરેલ છે. દરિયાઈ અને આકાશીમાં થતી ગતિવીધી જાણવાનો શોખ ધરાવતા હોય એ શોખ પૂરો કરવા માટે આ જમીન ખરીદી હોવાનું તેને સમાચાર માધ્યમને જણાવ્યું હતું.