મોરબીની 3 ટીમ, રાજકોટની 2 અને વાંકાનેરની એક ટીમ દ્વારા આગ બુઝાવવા કાર્યવાહીમોરબી : મોરબી નજીક જેતપર પીપળી રોડ પર આવેલ જેટકોના 220 કેવી સબ સ્ટેશનમાં રાત્રીના સવા આઠેક વાગ્યાના અરસામાં વિસ્ફોટ સાથે લાગેલી આગ હજુ પણ ચાલુ હોવાનું અને જ્યાં સુધી ટ્રાન્સફોર્મરમાં ઓઇલ છે ત્યાં સુધી આજ્ઞા લબકારા ચાલુ રહેતા ત્રણ કલાક કરતા વધુ સમયથી આગ બુઝાવવા છતાં હજુ આગ યથાવત હોવાનું અને હજુ પણ એકાદ બે કલાક બાદ આગ સંપૂર્ણ ઓલવાઈ તેમ હોવાનું ફાયર વિભાગ જણાવી રહ્યો છે.મોરબીના જેતપર પીપળી રોડ ઊપર આવેલ જેટકોના 220 કેવી સબસ્ટેશનમાં રાત્રીના સવા આઠેક વાગ્યાના અરસામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ આગ પ્રચંડ હોય મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ સાથે લાગેલી આગ બુઝાવવા હાલમાં મોરબીની ત્રણ ટીમ ઉપરાંત વાંકાનેર અને રાજકોટની એક-એક ટીમ આગ બુઝાવી રહી છે. સાથે જ રાજકોટથી વધુ એક ટીમ બોલાવવામાં આવી હોવાનું પણ મોરબી ફાયર બ્રિગેડે જાહેર કર્યું હતું. હાલમાં આગના લબકારા ચાલુ હોય વીજ ટ્રાન્સફોર્મરમાં જ્યાં સુધી ઓઈલનો જથ્થો હોય ત્યાં સુધી કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખી હજુ પણ એકથી બે કલાક બાદ આગ સંપૂર્ણ ઓલાવાઈ શકે તેમ હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.