હજુ બેથી ત્રણ દિવસ પાણીનો મારો ચલાવાની પ્રક્રિયા ચાલશે, હાલ 4 ફાયર ફાઇટર દ્વારા કામગીરી મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે આવેલા ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના મગફળીના ગોડાઉનમાં ગત શનિવારે બપોરે આશરે 1:45 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ ધીમે-ધીમે એટલી પ્રચંડ બની ગઈ કે તેણે જોતજોતામાં આખા ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. ઘટનાને એક સપ્તાહ વીતી ગયા હોવા છતાં આગ હજુ સુધી સંપૂર્ણ કાબૂમાં આવી શકી નથી.1.5 કરોડ લીટરથી વધુ પાણીનો વપરાશફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ બુઝાવવા માટે અત્યાર સુધીમાં 1.5 કરોડ લીટર જેટલા પાણીનો માતબર જથ્થો વપરાઈ ચૂક્યો છે. આગની તીવ્રતા એટલી વધુ હતી કે માત્ર બીજા જ દિવસે 1 જ દિવસમાં 45 લાખ લીટરથી વધુ પાણીનો વપરાશ થઈ ગયો હતો. શરૂઆતમાં ફાયર વિભાગના 10 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.હાલ 4 ફાયર ફાઇટર દ્વારા કામગીરીઆગ પર કાબૂ મેળવવા અને મગફળીના જથ્થાને બચાવવા માટે હાલમાં મોરબીના 2 અને રાજકોટના 2 એમ કુલ 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત 5 હિટાચી મશીન દ્વારા ગોડાઉનમાં રહેલો મગફળીનો જથ્થો અન્ય અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો છે, જેના માટે 4 ડમ્પર પણ તૈનાત કરવામાં આવ્યા છે. આગના કારણે ગોડાઉનનો આખો શેડ બળીને ખાખ થઈ ગયો છે અને તેને ધરાશાયી કરી દેવામાં આવ્યો છે.44.46 કરોડથી વધુનું નુકસાન થવાની આશંકાઆ ગોડાઉનમાં અંદાજે 1,59,500 થી વધુ મગફળીની ગુણીઓ સંગ્રહિત કરવામાં આવી હતી. આ ભીષણ આગના કારણે અંદાજે 44 કરોડ 46 લાખ રૂપિયાથી વધુનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, આગને સંપૂર્ણપણે બુઝાવવામાં હજુ પણ 2 થી 3 દિવસ જેટલો સમય લાગી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #FireAccident #MorbiNews #GujaratWarehousingCorporation #GroundnutGodownFire #MassiveFire #MorbiFire