હળવદ : સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ઘરઆંગણે જ ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજકોટની યુરોકેર કિડની હોસ્પિટલ (રોબોટિક એન્ડ લેસર સેન્ટર) દ્વારા હળવદ ખાતે આગામી તારીખ ૨૨ ફેબ્રુઆરીના રોજ વિનામૂલ્યે કિડની તથા યુરોલોજી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કિડની અને પેશાબને લગતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે નિષ્ણાત તબીબોના માર્ગદર્શનથી રોગનું સમયસર નિદાન થાય તે માટે આ ફ્રી કેમ્પનું આયોજન કરાયું છે.કેમ્પની વિગતોતારીખ: ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારસમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધીસ્થળ: ગવર્મેન્ટ હોસ્પિટલ, BSNL ની બાજુમાં, હળવદ.કયા રોગોની તપાસ અને માર્ગદર્શન મળશે?આ કેમ્પમાં કિડની સ્ટોન (પથરી)ની સમસ્યા, વારંવાર પેશાબ જવું, પેશાબમાં બળતરા થવી કે પેશાબમાં લોહી આવવુંપ્રોસ્ટેટ અને યુરિન ઇન્ફેક્શનની તકલીફબ્લડ પ્રેશર (BP) અને ડાયાબિટીસને કારણે કિડની પર થતી અસરોની તકલીફ ધરાવતા દર્દીઓએ ખાસ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.બાળકોમાં જોવા મળતી કિડની અને પેશાબ સંબંધિત સમસ્યાઓ માટે કેમ્પમાં પીડિયાટ્રિક યુરોલોજિસ્ટની વિશેષ સેવા ઉપલબ્ધ રહેશે. જરૂરિયાતવાળા દર્દીઓને સોનોગ્રાફી તથા જરૂરી દવાઓ અંગે નિષ્ણાતો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.સેવા આપનાર નિષ્ણાત ડૉક્ટરોની ટીમરાજકોટથી ખાસ નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આ કેમ્પમાં સેવા આપશે. જેમાં ડૉ. જીતેન્દ્ર અમલાણી (સિનિયર યુરોલોજીસ્ટ), ડૉ. જીગેન ગોહેલ (યુરોલોજીસ્ટ), ડૉ. પ્રતીક અમલાણી (યુરોલોજીસ્ટ), ડૉ. ધૃતિ કલસરીયા અમલાણી (પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ), ડૉ. ડેનિશ સાવલિયા (નેફ્રોલોજીસ્ટ) સેવા આપશે.વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્કઆ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓ વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે:0281 24669900281 246699197129 77093જે લોકોને કિડની કે પેશાબ સંબંધિત કોઈપણ સામાન્ય કે ગંભીર સમસ્યા હોય, તેઓને રવિવારે યોજાનાર આ વિનામૂલ્યે કેમ્પનો અચૂક લાભ લેવા યુરોકેર હોસ્પિટલ, રાજકોટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.