સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ તબીબી સેવા માટે જાણીતા થયેલા ડો.કે.આર.સરડવાએ વય નિવૃત્તિ બાદ નિષ્ણાંત તબીબોની ટિમ સાથે મળીને શરૂ કર્યું નવું સાહસમોરબી : મોરબીમાં આધુનિક તબીબી સુવિધાઓ સાથે એથિક્સ હોસ્પિટલનો શુભારંભ થયો છે આ હોસ્પિટલમાં ઈમરજન્સી, આઈસીયુ સેવા સહિતની સુવિધાઓ સાથે દર્દીઓને 24/7 સારવાર પૂરી પાડવામાં આવશે.મોરબીમાં મહેશ હોટેલની પાછળ એપલ હોસ્પિટલ સામે 19-પૃથ્વીરાજ પ્લોટમાં આ હોસ્પિટલ કાર્યરત થઈ છે. જ્યા અત્યાધુનિક આઈસીયુ ઉપલબ્ધ છે. જે ગંભીર દર્દીઓની શ્રેષ્ઠ સારવાર થશે. આઈસીયુમાં અદ્યતન વેન્ટિલેટર્સ, મોનિટરિંગ સિસ્ટમ્સ, અને અન્ય જીવન રક્ષક સાધનો સજ્જ છે. ગંભીર સ્થિતિના દર્દીઓ માટે 24×7 નિષ્ણાત ડોક્ટરો અને પેરામેડિક સ્ટાફની ટીમ ઉપલબ્ધ રહેશે.સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર થકી જીલ્લા આખામાં જાણીતા થયેલા ડો. કે.આર. સરડવા દ્વારા નિવૃત્ત થયા બાદ દર્દીની દરકાર કરી ખ્યાતનામ ટિમ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ટીમમાં ડો. ભૌમિક સરડવા MD ફિઝિશિયન એન્ડ ડાયાબીટીલોજીસ્ટ, ડો. નિધી સરડવા માઈક્રો બાયોલોજી, ડો. પ્રયાગ પંડયા MD મેડિશન સી.આઈ.એચ., આઈ.એ.એફ. એમ., ડો. દિવ્યેશ જેતપરીયા એમ.એસ. ઓર્થોપેડિક હાડકાંના નિષ્ણાંત સહિતના ખ્યાતનામ તબિબો છે. અહીં એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે. જે વાતાનુકૂલિત, મોનિટર અને વેન્ટિલેટરથી સજ્જ છે, જેથી દર્દીઓને ઝડપથી હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય.