સમાજ સુધારણાના હેતુથી યુવાનોની પહેલ: સંગઠન દ્વારા ગામડાઓનો પ્રવાસ શરૂ, બેલા ગામમાંથી મળ્યો સંપૂર્ણ ટેકોમોરબી: મચ્છુકાંઠા રબારી સમાજમાં ઘર કરી ગયેલા અમુક કુરિવાજોને દૂર કરવા, છેલ્લા કેટલાક સમયથી બનતા અણબનાવોને અટકાવવા, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને સમાજનું એક સત્તાવાર બંધારણ લાગુ કરવાના હેતુથી તાજેતરમાં સમરસ ભવન ખાતે સમાજના યુવાનોની એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી.આ બેઠકમાં સમાજ સુધારણા અને બંધારણ બનાવવા સહિતના અનેક મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેના અંતે સમાજને સાચી દિશા આપવા માટે 'સમરસ યુવા સંગઠન'ની સ્થાપના કરવામાં આવી છે. આ સંગઠનના યુવાનો આગામી દિવસોમાં સમાજના આગેવાનો અને વડીલોને સાથે રાખીને મચ્છુકાંઠાના તમામ ગામડાઓમાં જશે અને બંધારણ બનાવવા અંગેનો વિષય ઘર-ઘર સુધી પહોંચાડશે.આ અભિયાન અંતર્ગત સમરસ યુવા સંગઠનના યુવાનો અને વડીલોએ સૌપ્રથમ બેલા ગામની મુલાકાત લીધી હતી. બેલા નેહડાના વડીલો અને યુવાનોએ આ ઐતિહાસિક પહેલને ઉમળકાભેર વધાવી લીધી છે. તેઓએ સમાજનું બંધારણ બનાવવાના આ નિર્ણયને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને આગામી સમયમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં તન, મન અને ધનથી સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. સમાજનો યુવા વર્ગ જાગૃત થતા મચ્છુકાંઠા રબારી સમાજને એક નવી દિશા મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MachhukanthaRabariSamaj #SamrasYuvaSangathan #MorbiNews #SamajSudharana #BelaVillage #RabariSamaj #Morbi