શાસન ધ્વજવંદન સમારોહનું આયોજનમોરબી : જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ- દરબારગઢ મોરબી અને ધર્મનાથ જૈન મિત્ર મંડળ- મોરબી દ્વારા મોરબી સંઘમાં અચુક જોવાલાયક 2581માં શાસન સ્થાપના ગૌરવ દિન સહ શાસન ધ્વજવંદન સમારોહનું આયોજન આગામી તારીખ 8 મેના રોજ કરવામાં આવ્યું છે.8 મે ને ગુરવારે સવારે 6-45 કલાકે મોરબીના દરબારગઢ સ્થિત પુરુષોના ઉપાશ્રય ખાતે પૂ. મહાસતીજીના માંગલિકથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે. વ્યવસ્થાના ભાગરૂપે નવકારશીના પાસ સવારે 6-45 થી 7-15 સુધી આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને પ્લોટ જૈન તપગચ્છ સંઘ- મોરબીના ટ્રસ્ટી અજીતભાઈ હિમતલાલભાઈ શેઠ દ્વારા શાસન ધ્વજ લહેરાવાશે. કાર્યક્રમની પૂર્ણાહૂતિ પ્રભાવના અને સાધર્મિક (નવકારશી)થી થશે. કાર્યક્રમમાં 51 સાધર્મિક બંધુઓને મીઠાઈ વિતરણ, 51 પરિવારોને અનુકંપા દાન (મીઠાઈ વિતરણ), પાઠશાળાના બાળકોનું આકર્ષક પરફોર્મન્સ, પાઠશાળાના બહેનો દ્વરા પ્રભુજીને અદભુત અંગરચના, શાસન ધ્વજના સાંજે 6 વાગ્યા સુધી ઉપાશ્રયમાં દર્શન સહિતના આકર્ષણો નિહાળવા મળશે. તો આ કાર્યક્રમાં ભાઈઓએ સફેદ વસ્ત્રો અને બહેનોએ બાંધણીના ડ્રેસકોડમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.