મોરબી : બાળકોમાં રાષ્ટ્ર ભાવના પ્રગટે અને તેઓ સેવાકીય પ્રવૃત્તિ તરફ વળે એ માટે મોરબીમાં બાળકો તથા તરુણો માટેની ઈન્ડિયન લીયો ક્લબની સ્થાપના કરવામાં આવી હતી તથા તેના નવા વર્ષના હોદેદારોની વરણી કરી તેઓનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.મોરબીમાં તરુણો માટે ઇન્ડિયન લિયો ક્લબની સ્થાપના અને શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઈન્ડિયન લીયોના નેશનલ કો ઓર્ડીનેટર ડો. જ્યોતિબેન હાથી ઈન્ડિયન લાયન્સના વાઈસ નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, વેસ્ટ સેક્ટર કો-ઓર્ડીનેટર શોભનાબા ઝાલા, જયશ્રીબેન વોરા ઈન્ડિયન લાયન્સના પૂર્વ પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી સુનિલાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ફાઉન્ડર પ્રેસિડન્ટ તરીકે વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે એન્જલબા ઝાલા તથા વેદાંગ ત્રિવેદી, મંત્રી તરીકે જય હિરાણી, ટ્રેઝરર તરીકે વરુણ રામાવત અને જોઈન્ટ સેક્રેટરી તરીકે મયુર રાઠોડે શપથ લીધા હતા. આ પ્રસંગે નવા વરાયેલા પ્રમુખ વિસ્મયે આગામી વર્ષમાં નવા 12 વિશિષ્ટ પ્રોજેક્ટો પરિપૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે જો પ્રત્યેક વિધાર્થીઓ જો અઠવાડિયામાં ચાર કલાક સેવાકાર્ય માટે ફાળવે તો દેશની દશા અને દિશા જ બદલી જાય. આ પ્રસંગને સફળ બનાવવા ઈન્ડિયન લાયોનેસના પ્રમુખ પ્રીતીબેન, સેક્રેટરી મયુરીબેન કોટેચા તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne