શાળા નંબર-4ના બે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ મેદાન માર્યું હળવદ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ ખાતે યોજાયો હતો જેમાં સમગ્ર જિલ્લાના પાંચ તાલુકાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં નિબંધ લેખન અને કાવ્ય સ્પર્ધામાં હળવદના બાળકોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ કલા ઉત્સવ અંતર્ગત કુલ ચાર સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા અને કાવ્યગાન સ્પર્ધા યોજાઈ હતી જેમાં હળવદની શ્રી પે સે.શાળા નંબર-4માં ધોરણ-8માં અભ્યાસ કરતી પઢીયાર મીનલબા ઇન્દ્રવીજયસિંહએ નિબંધ લેખન સ્પર્ધામાં અને રાઠોડ ગૌરવ રમેશભાઈએ 'ઝવેરચંદ મેઘાણી' રચિત કાવ્યગાન સ્પર્ધામાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી હળવદ તાલુકાનું તથા શાળાનું નામ રોશન કર્યુ છે. તેમજ શાળા પરિવાર દ્વારા અગામી રાજ્યકક્ષાએ આયોજિત આ સ્પર્ધામાં આ બંને ભાગ લે અને ત્યાં પણ પ્રથમ નંબર મેળવી નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..