ગાયનેક એસોશિએશન અને મોરબી આઈએમએ દ્વારા આયોજન : 20 માર્ચ સુધીમાં કૃતિ મોકલી શકાશે મોરબી : સ્ત્રી વિશે આમ તો કઈ લખવાની જરૂર જ નથી, કારણ કે તે જગતજનની છે. જેના વગર જગતનું અસ્તિત્વ જ શક્ય નથી. આધુનિક નારીએ ઘણી પ્રગતિ કરી છે. પરંતુ આજે પણ આપણા સમાજમાં સ્ત્રી ભૃણ હત્યા, દહેજ પ્રથા, નારીનું શારીરિક તથા માનસિક શોષણ, વધતી જતી બળાત્કારની ઘટનાઓ વગેરે જેવી સમસ્યાઓ ઘર કરીને બેઠી છે. માટે, આ દિવસ નિમિત્તે, મોરબીની બહેનો આવા વિષયો પર પોતાના મૌલિક વિચારો રજૂ કરી શકે તે માટે મોરબી ગાયનેક એસોશિએશન અને આઈએમએ મોરબીના ડૉકટરો દ્વારા “નિબંધ' તથા 'વાતાં લેખન' પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય,તૃતીય ક્રમાંક આપી, શિલ્ડ તથાઆકષાંક ઇનામ આપી, સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે. ગાયનેક એસોશિએશન અને મોરબી આઈએમએ દ્વારા આયોજીત આ નિબંધ અને વાર્તા લેખન પ્રતિયોગીતા માટે 20 માર્ચ સુધીમાં કૃતિ મોકલી શકાશે નિબંધ માટેના વિષયો નીચે મુજબ છે. ૧. સ્ત્રી સશક્તિકરણ ૨. પરિવાર તથા કારકિર્દી વચ્ચે ભિંસાતી / સંતુલન રાખતી આજની આધુનિક નારી ૩. સ્ત્રી સ્વતંત્રતા - જરૂરિયાત તથા મર્યાદા ૪.બેટી બચાવો, સ્ત્રી ભ્રુણ હત્યા - સમાજ માટે કલંક ૫. સંસ્કૃતિ સંરક્ષણમાં સ્ત્રીનું યોગદાન, આ ઉપરાંત વાર્તા લેખનમાં મહિલા કેન્દ્રિત ટુંકી વાતાં, ૪૦૦ શબ્દો ની મર્યાદામાં ગુજરાતી ભાષામાં લખવાની રહેશે. તમારી કૃતિ સુવાચ્ય હસ્તલેખિત અથવા કોમ્યુટર પ્રિન્ટ કાઢી, તા. ૨૦-૩-૨૦૨૧ સુધીમાં માસુમ ગાયનેક તથા બાળકોની હોસ્પિટલ, પહેલો માળ, મહેશ હોટલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી, ફોન નંબર ૦૨૮૨૨-૨૨૩૨૪૨ ખાસ કરીને તમામ સ્પર્ધકોએ કૃતિમાં નામ લખવાનું રહેશે નહીં, નામ રૂબરૂમાં લખવાનું રહેશે.ઉપરોકત કૃતિઓનું પરિણામ ૧૫-૨૦ દિવસમાં જાહેર કરવામાં આવશે અને સોશિયલ મીડિયા તેમજ ફોન દ્વારા રૂબરૂ જાણ કરવામાં આવશે. વિજેતાઓને અનુકુળ સમયે મોરબી આઈએમએ દ્વારા, સન્માનિત કરવામાં આવશે.બવધુ માહિતી માટે મો. ૭૫૭૫૦ ૨૩૨૪૨, માસુમ હોસ્પિટલ, મોરબી ખાતે સંપર્ક કરવો.