મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર તથા જિલ્લા ટોબેકો સેલના સંયુક્ત ઉપક્રમે સોખડા ગામ ખાતે પ્રાથમિક શાળામાં ટોબેકો અંગે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઇનામો તેમજ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા.આ તકે મેડિકલ ઓફિસર ડો. સી. એલ. વારેવડીયા, સુપરવાઇઝર બી. એ. કાલરીયા, એમપીએચડબલ્યુ એમ. બી. કૂવાડીયા, શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ અને તમાકુની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મૂકતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.