મોરબી : આજ રોજ 20 ડિસેમ્બરે મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નંબર-2માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) વિભાગીય કચેરી મોરબી દ્વારા વીજ સલામતી તેમજ વીજળી બચાવો અંતર્ગત નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વીજ સલામતી તેમજ વીજળી બચાવો વિષય પર વિવિધ કલાત્મક ચિત્રો દોર્યા હતા અને નિબંધો લખ્યા હતા. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ નાના નાના મૂલ્યોનો વિકાસ થાય તેવા હેતુથી PGVCLના કર્મચારીઓએ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.