રીક્ષા ચાલક અને પેસેન્જર ઇજાગ્રસ્ત બનતા પોલીસ ફરિયાદ મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર હળવદ તરફથી પુરપાટ ઝડપે આવતી અર્ટિગા કારે સીએનજી રિક્ષાને ઠોકરે ચડાવતા રીક્ષાચાલક અને મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે રીક્ષા ચાલક વાલજીભાઇ પ્રભુભાઇ દેગામા, રહે. સીલ્વર પાર્ક સોસાયટી જુના ઘુટુ રોડ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અર્ટીગા કાર રજી નંબર GJ-36-B-2875ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.15 ના રોજ મોરબી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામથી આગળ નેકસોન સીરામીક પાસે અર્ટીકા કાર ચાલકે પોતાની ગાડી ફૂલ સ્પીડે ચલાવી તેમની સી.એન.જી રીક્ષા જી-જે-૩૬-યુ-૦૫૩૨ની સાથે એકસીડન્ટ કરતા વાલજીભાઈને માથાના કપાળના ભાગે તથા રીક્ષામા બેસેલ મુસાફરોને નાની મોટી ફેકચર જેવી ઇજાઓ પહોચી હતી. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની આ ઘટનામાં રીક્ષા ચાલકની ફરિયાદને આધારે અકસ્માત સર્જનાર અર્ટિગા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.