આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્વારા નવા રોડ બનાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત ટંકારા : ટંકારા પંથકમાં વરસાદને પગલે માર્ગોનું ધોવાણ થઈ ગયું છે, માર્ગો ચાલવા યોગ્ય ન રહેતા લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. માર્ગો ખરાબ હોવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઉભું થયું છે. આથી આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્વારા નવા રોડ બનાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. ટંકારા શહેરને જોડતા ત્રણ મુખ્ય માર્ગો વરસાદી પાણી ભરાતા અતિ બિસ્માર હાલતમાં છે. જેમાં લજાઈથી વાંકાનેરને જોડતો રોડ, મીતાણાથી પડધરીને જોડતો નેકનામ વાળો રોડ, ટંકારાથી ધ્રોલને જોડતો રોડ જે અધૂરો હોય આ મુખ્ય ત્રણ માર્ગો ટંકારા શહેરને જોડતા માર્ગો છે. આ માર્ગો ઉપર વરસાદી પાણીથી ધોવાઈ ગયેલ છે અને અતિ મોટા ખાડા પડેલ છે. ત્યાંથી ચાલતા ગ્રામીણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે. જેથી આ મુખ્ય ત્રણ માર્ગ વહેલી તકે બનાવવામાં આવે એવી આમ આદમી પાર્ટી-ટંકારાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટર આવેદન આપતી વખતે આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમ ગોસરા, ઉપપ્રમુખ રાજુભાઈ રૈયાણી, નલિનભાઈ દેત્રોજા, જીલ્લા મંત્રી પ્રાણજીવનભાઈ મશોત, જીલ્લા મહામંત્રી જસમતભાઈ કગથરા જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..