માર્ગ અને મકાન વિભાગના 50 કિમિ અને પંચાયત વિભાગના 83 કિમી માર્ગો વરસાદ અસરગ્રસ્ત દસેક કરોડનું નુકશાન થયાનો અંદાજ મોરબી : મોરબી શહેર અને જિલ્લો મળી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 130 કિલોમીટરથી વધુ રસ્તાનું ધોવાણ થયું છે ઉપરાંત એક પુલનો સફાયો થઈ જતા કુલ મળી વરસાદના કારણે આ વર્ષે અંદાજે દસેક કરોડ જેટલું નુકશાન થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે. મોરબી જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન હજુ જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી આમ છતાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય સરકાર તેમજ જિલ્લા પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ છે. મોરબી જિલ્લા પંચાયત વિભાગ હસ્તક આવેલા માર્ગો પૈકી 83 કિલોમીટરથી વધુ રસ્તાઓની ધોવાણ થઈ જતા સાડાચાર કરોડઘી વધુની નુક્શાનીનો અંદાજ તંત્ર દ્વારા સેવવામાં આવ્યો છે ઉપરાંત વાંકાનેરના વસુંધરા ગામને જોડતો પુલ ધબાય નમઃ થતા 25 લાખ મળી પાંચેક કરોડના નુકશાનનો અંદાજ સેવવામાં અવુઓ છે. વધુમાં મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તક હાલમાં 500 કિમીથી વધુ રસ્તાઓ છે જે પૈકી ટંકારા લતિપર, મોરબી - જેતપર, નાની વાવડી - બગથળા, લજાઈ - હડમતીયા, મિતાણા - નેકનામ અને માળીયા - પીપળીયા આમરણને જોડતા માર્ગને વ્યાપક નુકશાન પહોંચતા અંદાજે ચારેક કરોડ રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..