ભાઈલાલભાઈ પેંડાવાળીની બાજુની શેરીના વેપારીઓ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત વાંકાનેર : વાંકાનેર શહેરના જિનપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સતત છલકાવાની સાથે અહીં આવેલ એપાર્ટમેન્ટના રહીશો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી આ વિસ્તારના વેપારીઓએ ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. વાંકાનેરના જિનપરા વિસ્તારમાં ભાઈલાલભાઈ પેંડાવાળાની બાજુની શેરીમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે કે તેમના વિસ્તારમાં આવેલ શેરીમાં એપાર્ટમેન્ટના રહીશો પણ જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા હોય વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે, વધુ ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ રજુઆતમાં વ્યક્ત કરી તાકીદે સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી છે.