મોરબી : વાંકાનેર ફાયરીંગ બટ ખાતે મોરબી જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની વર્ષ-2024ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ 21 ડિસેમ્બર થી 10 જાન્યુઆરી સુધી કુલ 21 દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ 21 ડિસેમ્બર થી 10 જાન્યુઆરી સુધી કુલ 21 દિવસ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news