મોરબી : મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોય, ટ્રાફિક સમસ્યા નિવારવા માટે દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઇ લીલાપર ચોકડી સુધી તથા ભકિતનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમ્યાન ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા દ્વારા મુખ્ય રસ્તા ઉપર તા. ૧/૧૦/૨૦૨૩ થી તા. ૩૧/૧૦/૨૦૨૩ સુધી સવારના કલાક-૦૮/૦૦ થી રાત્રીના કલાક-૧૨/૦૦ સુધી દલવાડી સર્કલથી લીલાપર ચોકડીથી પ્રવેશ બંધ, રવાપર ગામથી રવાપર ચોકડીથી લીલાપર ચોકડીથી પ્રવેશ બંધ, ભકિતનગરથી ઉમીયા સર્કલ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે.