મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. માકડીયાએ કાયમી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું મોરબી : મોરબી–૧ માંથી સામાકાંઠામાં અવર જવર કરવા માટે બનાવવામાં આવેલા મચ્છુ નદી પરના બેઠા પુલ પરથી મોટા વાહનો પસાર થતાં હોય આ રોડ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતો હોય અકસ્માત થવાની શક્યતાઓને ધ્યાને લઈ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. માકડીયાએ કાયમી જાહેરનામા દ્વારા મોરબી શહેર વિસ્તારમાં મચ્છુ નદી ઉપર નવા બનેલા સબમર્સીબલ પુલ ઉપરથી ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે મોરબી શહેરની પરિસ્થિતિ જોતા રાજાશાહી સમયના રોડ સાંકડા છે અને અત્યારના આધુનિક યુગમાં મોરબી તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં સિરામીક એકમો તેમજ સંલગ્ન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો તથા રહેણાંક હેતુ માટે બાંધકામ એકમોનો વિકાસ દિન પ્રતિદિન હરણફાળ ભરી રહયો છે. વધુમાં મોરબીમાં સિરામીક એકમોના કારણે વસ્તી ગીચતામાં પણ વધારો થયેલ છે. જેથી ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થતો રહે છે. તેમજ આધુનિક યુગમાં સ્કુલ – કોલેજના બાળકો પણ ટુ વ્હીલર પણ જતા – આવતાં હોય છે. સાથે-સાથે સિરામીક એકમોના કારણે પણ ભારે વાહનોની અવરજવરની સંખ્યામાં વધારો થઈ રહયો હોવાનું જણાયેલ છે. મોરબી જિલ્લાના વિકાસને કારણે વાહનોની સંખ્યામાં વધારો થવાથી અને દિવસ દરમિયાન મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતા પોતાના નિત્ય કારોબાર ,વેપાર ,અભ્યાસ અર્થે ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ઉપરાંત નગરપાલિકાની અથવા એસ. ટી. ની બસોમાં આવજા કરે છે. હાલમાં મોરબી શહેર વિસ્તારમાં સામાકાંઠેથી મોરબી-૧ માં જવા માટે મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવામાં આવ્યો છે. જે રોડ લખધીરગઢ ગેઈટ પોલીસ ચોકીથી મચ્છુ નદી ઉપર થઈને મણી મંદિર પાસેથી પસાર થઈ સીધો શક્તિચોકમાં નિકળે છે. વધુમાં આ રોડ મચ્છુ નદી પછી રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. હાલ મોરબી શહેરમાં સવારના 9 કલાકથી રાત્રીના 9 કલાક સુધી ભારે વાહન પ્રવેશબંધી જાહેરનામું અમલમાં છે. આ પછી મોરબી-૧ માંથી સામાકાંઠે (મોરબી-ર) માં અવરજવર માટે મોટા વાહનો આ નવા બનેલા બેઠા પુલ ઉપરથી પસાર થાય છે. અને આ રોડ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતો હોય અકસ્માત થવાનો ભય નકારી શકાય નહી. જેને ધ્યાને લઈ સબમર્સીબલ પુલ ઉપરથી સંપૂર્ણપણે ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને - સંસ્થાને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇ સ્મશાન યાત્રાને કે ઈમરજન્સીના કેસમાં એમ્બ્યુલન્સને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાનેપાત્ર થશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne