મોરબીના સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શક આપ્યું મોરબી અપડેટ: મોરબી ખાતે આવેલી જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા 21/8/2026 ના રોજ એનએસએસ (NSS) તથા વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલિસી અંતર્ગત 'ઉદ્યોગ સાહસિકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોરબી શહેરના મહિલા ઉદ્યોગ સાહસિકો ઇલાબેન કાવર, નયનાબેન થોરીયા તેમજ ચાંદનીબેન મણિયારને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે નાના પાયાના ઉદ્યોગોની શરૂઆતથી લઈને સફળતા સુધીની પોતાની વિકાસયાત્રા અંગે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મોનિકાબેન માલવાણીયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ ઉપરાંત નોડલ ઓફિસર તેજલબેન નસીતે સરકારની ઉદ્યોગ સાહસિકતા નીતિ તેમજ વિદ્યાર્થીઓ માટેની વિવિધ સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટી.વાય. બી.એ. મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની રીન્કલ મણિયારે કર્યું હતું, જ્યારે અંતમાં આભારવિધિ એનએસએસ કોઓર્ડિનેટર મંજુલાબેન દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ મોનિકાબેન માલવાણીયા, એનએસએસના કોઓર્ડિનેટર મંજુલાબેન દેસાઈ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.#Morbi #MorbiNews #MorbiUpdates #JAPatelMahilaCollege #EntrepreneurshipDay #WomenEntrepreneurs #NSS #GujaratNews