મોરબી : મોરબીના મોટા દહીંસરા ગામે કન્યા શાળા, કુમાર શાળા, વિવેકાનંદ નગર અને ક્રિષ્ના નગર આ 4 પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ શાળાઓમાં કુલ 55 બાળકો એ પ્રવેશ મેળવ્યો હતો. આ તકે 1 થી 8 ના પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રવેશ મેળવનાર 55 બાળકોને મોટા દહીંસરા ગામના સરપંચ દ્વારા બધા જ બાળકોને બેગ સાથે કીટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે પરબતભાઇ હૂંબલ, જશાભાઈ ડાંગર, સિરિષભાઈ કાવર, ભરતભાઇ ડાંગર વગેરે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તમામ શાળા ના આચાર્ય અને શિક્ષકોએ બધાનો આભાર માન્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne