મોરબી : ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવાયો હતો.તેમજ ધોરણ -૧માં અભ્યાસ કરતા બાળકોને બેગ કીટ આપવામાં આવી હતી.ખેલ મહકુંભમાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સનમાન કરવામાં આવ્યું હતું. ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ-1માં પ્રવેશતા બાળકોને બેગ કીટ સાથે આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને ધોરણ ૩ થી ૮ માં સારા માર્ક લઈ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.અંતમાં બધા વિદ્યાર્થીઓને નાસ્તો કરવામાં આવ્યો હતો. આ સાથે ખેલ મહાકુંભમાં સારુ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ બધા ઈનામ ગોરીયા વાસુદેવભાઈ બેચરભાઈ તરફથી આપવામાં આવ્યા હતા. અને સ્કુલ બેગ શાળાના આચાર્ય કાવરભાઈ તરફથી આપવામાં આવ્યા હતા. બાળકોને નાસ્તો ગામના સરપંચ ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયા તરફથી કરવામાં આવ્યો હતો. આ સિવાય ઘણા બધા દાતાઓએ રોકડ પુરસ્કાર સ્કૂલને અર્પણ કર્યું છે.