મોરબી : જેપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી 8માં મેળવેલ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના બાળકોને સિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળામાં આવેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાવનાબેન ચારોલા (સી.ડી.પી.ઓ.-મોરબી), રમેશભાઈ કાલરીયા (સી.આર.સી.કો.ઓર્ડીનેટર - નાની વાવડી),ડેનીસભાઈ ઝાલરીયા તલાટી કમ મંત્રી (જેપુર),વસંતાબેન કાવઠીયા (સરપંચ જેપુર), હેમંતભાઈ ધનજીભાઈ કાવઠીયા (આજના કાર્યક્રમનાં દાતા ), વિજયભાઈ દલસાણીયા (મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક -૨૦૨૧/૨૨) સુભાષભાઈ વાલજીભાઈ ખાંભરા (આચાર્ય જેપુર પ્રાથમિક શાળા),માકાસણા રેશુબેન હરજીવનભાઈ તથા રોહિતભાઈ સંઘાણી તથા ગ્રામ જનોએ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમમાં ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી 8માં મેળવેલ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના બાળકોને સિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનાં તમામ ખર્ચનાં દાતા હેમંતભાઈ ધનજીભાઈ કાવઠીયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ વિજયભાઈ દલસાણીયા જેવોને મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળેલ હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા આજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ ગામની વયોવૃદ્ધ વ્યક્તિ ઠાકરશીભાઈ ફુલાભાઈ કાવઠીયાનું સન્માન કરવામાં આવ્યું.આજ શાળાની વિદ્યાર્થીની સાણજા ક્રિષ્ના કિરીટભાઈ એ આઝાદી કા અમૃત મહોત્સવ વિશે વક્તવ્ય આપ્યું તેમજ આજ શાળાની વિદ્યાર્થીની ખાંભરા રૂત્વી સુભાષભાઈ એ બેટી બચાવો બેટી પઢાઓ વિશે ઈંગ્લીશમાં વક્તવ્ય આપ્યું.અંતે શાળામાં આવેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.