મંત્રી કાંતિલાલ અમૃતિયા રહ્યા ઉપસ્થિત: વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાયામોરબી અપડેટ : મોરબી સ્થિત એમ.પી. સેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તારીખ 25 જૂનના રોજ ધોરણ 9 અને 11 ની વિદ્યાર્થીનીઓ માટે શાળા પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ પ્રાંત અધિકારી જૈતાવતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના માનદ મંત્રી રજનીકાંતભાઈ મહેતા, આઈ.ટી.આઈ. ના પ્રિન્સિપાલ, રોજગાર કચેરી અધિકારી મનિષાબેન જયેશભાઈ દેસાઈ, ચિરાગભાઈ તેમજ અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ દીપ્તિબેન અગ્રાવત અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવા બદલ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MPShethGirlsHighSchool #Praveshotsav #KantilalAmrutiya #TreePlantation #EducationNews #GirlsEducation #MorbiNews