રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા અને પ્રાંત અધિકારી જૈતાવતની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાઈમોરબી : આજ રોજ તારીખ 25 જૂનના રોજ મોરબીની એમપી સેઠ ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 9 અને 11 ના પ્રવેશ ઉત્સવ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ પ્રાંત અધિકારી જૈતાવતના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના માનદ મંત્રી રજનીકાંતભાઈ મહેતા, આઈ.ટી.આઈ ના પ્રિન્સિપલ, રોજગાર કચેરી અધિકારી મનિષાબેન, જયેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, જયેશભાઈ અગેચાણીયા તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે શાળાના પ્રિન્સિપાલ દીપ્તિબેન અગ્રાવત અને તેમના સાથી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તમામ મહાનુભાવોએ હાજરી આપી શાળાના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા એ બદલ શાળા પરિવાર દ્વારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #MPShethGirlsHighSchool #Praveshotsav #TreePlantation #EducationNews #MorbiEducation