મોરબી : તાજેતરમાં ખારચીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર મેહતા અને સી.આર.સી રાજુભાઈ ઘોડાસરા ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તમામ બાળકોને ચોપડા અને રમકડાંનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.