મોરબી : મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી લોખડી સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે અને મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવીને લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય જયંતિભાઈ ભાયાણી પેરેલીસીસ એટેકને કારણે પથારીવશ હોય અને ચાલી શકવામાં પણ અસમર્થ હોવા છતાં લોકશાહીમાં અતૂટ વિશ્વાસ હોવાથી તેઓ ચાલીને મતદાન મથકે પહોચ્યા હતા અને મતદાનની પવિત્ર ફરજ નિભાવીને નિરુત્સાહ મતદારોને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું.